અમેરિકન સ્પેસ એજન્સી નાસા ચંદ્ર મિશનની મોટાપાયે તૈયારીઓ કરી રહી છે. 1972 બાદ આર્ટેમિસ મિશન સાથે નાસા ફરી એકવાર ચંદ્ર પર અવકાશયાત્રીઓને મોકલવાની તૈયારીઓ કરી રહ્યું છે. આ સાથે જ તેમની અવકાશયાત્રીઓને લાંબા સમય સુધી ચંદ્ર પર રાખવાની યોજના છે. જેથી વધુ સંશોધનો કરી શકાય.
એક રિપોર્ટ મુજબ, નાસા ચંદ્ર પર ઘર બનાવવાની તૈયારીઓ કરી રહ્યું છે. આ ઘરમાં અવકાશયાત્રીઓ માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવશે. નાસા દ્વારા શેર કરવામાં આવેલી પ્રાથમિક માહિતી અનુસાર, અવકાશયાત્રીઓ માટે ત્રણ માળના ઈન્ફ્લેટેબલ સ્પેસ હાઉસ બનાવવામાં આવશે.