ઈરાકના ઉત્તરે આવેલા ઈરબિલ શહેરમાં એક યુનિવર્સિટીના હોસ્ટેલમાં આગ લાગતાં ઓછામાં ઓછા 14 લોકોના મોતના અહેવાલ મળી રહ્યા છે. જ્યારે 18થી વધુ ઘાયલ થયા હતા જેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ ઘટના શુક્રવારે સાંજે બની હતી. સોરનના સ્વાસ્થ્ય નિર્દેશાલયના પ્રમુખ કામરામ મુલ્લા મોહમ્મદે કહ્યું કે ઈરબિલના પૂર્વમાં એક નાનકડા શહેર સોરનમાં એક હોસ્ટેલમાં આગની ઘટના બની હતી. સરકારી મીડિયાએ મૃતકોની સંખ્યાની પુષ્ટી કરી હતી.