અંબાજી નજીક આવેલા રાણપુર આંબા પ્રાથમિક શાળાની શિક્ષિકાએ ડ્રાઈવિંગ શીખતા સમયે એક વિદ્યાર્થિનીનો ભોગ લીધો છે. પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં રમતી બાળકી પર શિક્ષિકાએ કાર ચડાવી દેતા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. જો કે વિદ્યાર્થિનીને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડતા સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના રાણપુર આંબા ગામની પ્રાથમિક શાળાની શિક્ષિકા ખ્યાતિબેન ચાલુ નોકરીએ GJ-09BE7675 નંબરની અલ્ટો કાર શીખી રહી હતી. ત્યારે શાળા કમ્પાઉન્ડમાં જ કાર શીખતી વેળાએ ત્યાં રમતી બીજા ધોરણની વિદ્યાર્થિની વિઝારીબેન સોલંકીને અડફેટે લીધી હતી. જેમાં વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું હતું. ગઈકાલે સાંજે આ બનાવ બન્યો હતો. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. જ્યારે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ રિપોર્ટના આધારે કાર્યવાહી કરવાના સંકેત આપ્યા હતા.