સૈફ અલી ખાન પર હુમલાના કેસમાં મોટી કાર્યવાહી શરૂ કરાઇ છે. જેમાં બાંદ્રા પોલીસે એક સંદિગ્ધની અટકાયત કરી છે. તેમજ પોલીસ મથકમાં સંદિગ્દ આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે. બીજી તરફ એવું પણ સામે આવ્યું છે કે સૈફ પર હુમલો કરનાર આરોપીએ શાહરૂખ ખાનના ઘરની રેકી પણ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, હુમલાખોરે પહેલા શાહરૂખ ખાનના ઘરની આસપાસ રેકી કરી હતી. આ ખૂબ જ આશ્ચર્યજનક છે. આ માહિતી પછી, એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે શાહરૂખ ખાનનું ઘર પણ હુમલાખોરનું નિશાન બની શકે છે. જોકે, શાહરૂખ ખાનના ઘરની કડક સુરક્ષાથી બચવું એટલું સરળ નથી.