વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં આંતરરાષ્ટ્રીય વકીલ સંમેલન ૨૦૨૩નું ઉદઘાટન કર્યું હતું. દેશના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂર પણ આ સંમેલનમાં જોડાયા હતા. મોદીએ આ કાર્યક્રમમાં વકીલોને સંબોધિત કરતા કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય વકીલ સંમેલન પણ વસુધૈવ કુટુમ્બકમની ભાવનાનું પ્રતીક છે. દેશની સ્વતંત્રતાની લડાઇમાં વકીલોનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ, બંધારણના ઘડવૈયા ડો. ભીમરાવ આંબેડકર પણ વકીલ હતા જેમણે દેશનો પાયો મજબૂત કર્યો તેમ વડાપ્રધાન મોદીએ કહ્યું હતું.