અયોધ્યામાં 22 જાન્યુઆરી 2024ના રોજ રામ મંદિરમાં રામલલાનો અભિષેક કરવામાં આવશે. ત્યારબાદથી ભક્તો ભગવાન રામના દર્શન કરી શકશે. પ્રાણ પ્રતિષ્ઠાના ભવ્ય કાર્યક્રમને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ પણ મોટા સ્તરે તૈયારીઓ શરૂ કરી દીધી છે. મંદિરના ઉદ્ઘાટન દરમિયાન ભારે ભીડને જોતા રેલ્વે અયોધ્યા માટે મોટાપાયે પર સ્પેશિયલ ટ્રેન દોડાવશે. આ વચ્ચે ગુજરાતથી પણ ટ્રેન દોડાવવાની જાહેરાત કરાઈ છે.
રેલવે દ્વારા અયોધ્યા માટે અમદાવાદ, ભાવનગર, સુરત અને રાજકોટથી 'આસ્થા ટ્રેન' દોડાવાશે. આ અંગે રાજ્યકક્ષાના રેલવે મંત્રી દર્શના જરદોશે માહિતી આપી છે.