કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કેન્દ્રની એનડીએ સરકારને લઇને મોટો દાવો કર્યો છે. રાહુલે કહ્યું છે કે એક ગડબડ કેન્દ્રમાં એનડીએની સરકારનો અંત લાવી શકે છે. એનડીએને ટેકો આપનારો માત્ર એક જ પક્ષ સમર્થન ખેંચી લે તો પાસા બદલાઇ શકે છે. સાથે તેમણે એવો પણ દાવો કર્યો હતો કે એનડીએમાંથી લોકો મારા સંપર્કમાં છે. જોકે ક્યા પક્ષના નેતા તેમના સંપર્કમાં છે તે અંગે રાહુલે કોઇ સ્પષ્ટતા નહોતી કરી.