કોરોના અને લોકડાઉનના કારણે કથળેલી દેશની ઈકોનોમીની વચ્ચે રાહતની એક ખબર પણ આવી છે.જે પ્રમાણે ઓક્ટોબરમાં દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં 3.6 ટકાનો વધારો થયો છે.
શુક્રવારે જાહેર થયેલા આંકડા પ્રમાણે ઓક્ટોબરમાં ઔદ્યોગિક પ્રોડક્શનમાં ગ્રોથ જોવા મળી છે અને તે આઠ મહિનામાં સૌથી વધારે છે.દેશમાં ફેકટરી ઉત્પાદન પોઝિટિવ રહ્યુ હોય તેવો સત બીજો મહિનો છે.સતત 6 મહિના સુધી ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડો નોંધાયા બાદ સપ્ટેમ્બરમાં 0.2 ટકાનો મામૂલી ગ્રોથ જોવા મળ્યો હતો.જોકે ઓક્ટોબરમાં ઔદ્યોગિક ઉત્પાદનના ગ્રોથમાં ખાસો વધારો જોવા મળ્યો છે.