એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટે (ઈડી) શનિવારે જેટ એરવેઝના સંસ્થાપક નરેશ ગોયલના મુંબઈ અને દિલ્હીના ઘર અને ઓફિસો સહિત કુલ એક ડઝન જગ્યાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ઈડીના અધિકારીઓએ જણાવ્યું હતું કે ફોરેન એક્સચેંજ મેનેજમેન્ટ એક્ટ (ફેમા) અને એફડીઆઈના નિયમોના ઉલ્લંઘનના કેસમાં આ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ મામલે વધારે પુરાવા એકઠા કરવા માટે આ સર્ચ હાથ ધરાઈ હતી.
ઈડીના અધિકારીઓએ જણાવ્યું હતું કે જેટ એરવેઝમાં વિદેશી રોકાણ વિશે તપાસ કરવામાં આવી રહી છે. ૧૭ એપ્રિલથી જેટ એરવેઝની સેવા બંધ પડી છે. મે મહિનામાં આ મુદ્દે એરલાઇન્સના સિનિયર એક્ઝિક્યુટિવોની પૂછપરછ કરાઈ હતી.