Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સર્કિટ હાઉસ ખાતે ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કારના કાર્યક્રમની માહિતી આપવા અંગે પત્રકાર વાર્તા યોજાએલ હતી.

જાણીતા લેખક, ઇતિહાસવિદ અને સેવ કલ્ચર સેવ ઈન્ડિયા ફાઉન્ડેશનના સંસ્થાપક ઉદય માહુરકરે પત્રકાર વાર્તાને સંબોધતા જણાવેલ કે, રાષ્ટ્રીય ચેતનાના જાગરણમાં ગુજરાત હંમેશા અગ્રેસર ભુમિકામાં રહ્યું છે. જયારે સાંસ્કૃતિક મૂલ્યો સમાજનું મૂળ છે અને જો તેના મૂળ પર હુમલો કરવામાં આવે તો સમાજ ટકી શકશે નહીં.

ભારતની ભાવિ પેઢીઓને બગાડતા અને બળાત્કાર જેવી ઘટના માટે જવાબદાર મુખ્ય કારણ ઓડીયો વિઝુઅલ પ્લેટફોર્મ પર આવતી વિકૃત સામગ્રી છે. સેવ કલ્ચર સેવ ઈન્ડિયા ફાઉન્ડેશન તેની સામે આંદોલન કરીને આ બદી સામે ભારતને એક કરવા માટે કટિબદ્ધ છે. જેથી ભવિષ્યના ભારતના નિર્માણમાં આવતા અવરોધો

તેમને વધુમાં જણાવેલ કે, દુનિયા માટે ગુજરાત હંમેશા પથદર્શકની ભૂમિકામાં રહું છે અને હવે ગુજરાત રાજ્ય ફરીથી સાંસ્કૃતિક મૂલ્યોની રક્ષા માટે ગુજરાતના સંસ્કૃતિ પ્રેમી મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં એક આગવી પહેલ કરવા જઈ રહ્યું છે

વર્તમાનમાં સત્ય સનાતન ભારતીય સંસ્કૃતિના સાત્વિક મુલ્યોને મિટાવી દેવાની મેલી મુરાદ સાથે અસુરી તાકાત મથી રહી છે, ત્યારે ગુજરાત રાજ્યના શીલ - સંસ્કૃતિ અને સદાચાર પ્રેમી, માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે સાંસ્કૃતિક મૂલ્યોના સંરક્ષણ અને સંવર્ધન માટે સમર્પિત પ્રતિભાઓને સેવ કલ્ચર સેવ ઈન્ડિયા ફાઉન્ડેશનની પ્રેરણાથી ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કારથી પુરસ્કૃત કરવાનો નિર્ણય લીધો છે. જેઓએ મૂલ્યોને જાળવી રાખવા માટે પોતાને સમર્પિત કર્યા છે તેવા સાંસ્કૃતિક યોદ્ધાઓને ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર, ૧ લાખ રૂપિયાની રાશી અને સ્મૃતિ ચિહ્નથી સન્માનિત કરવામાં આવશે.

ઉદય માહુરકરે માન. મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણયની અનુમોદના કરતા જણાવેલ કે, સમાજમાં મૂલ્યોની પ્રતિષ્ઠા કરવાના કાર્યને આ પ્રયાસથી મોટું બળ મળશે અને સાંસ્કૃતિક યોદ્ધાઓને તેમના અમૂલ્ય કાર્યને આગળ ધપાવવા – નવી પ્રતિભાઓને આ ક્ષેત્રે કાર્યરત થવા માટે પણ પ્રેરિત કરશે.

તારીખ 29 ઓક્ટોબર, 2023 ના રોજ આવી આઠ પ્રતિભાઓ જે આ મુદ્દે સમર્પિત છે એમને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, સાંસ્કૃતિક મંત્રી શ્રી મુળુભાઈ બેરા, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, સેવ કલ્ચર સેવ ઇન્ડિયા ફાઉન્ડેશનના સંસ્થાપક ઉદય માહુરકર અને ગણમાન્ય હસ્તીઓના વરદ હસ્તે ટાગોર હોલ, પાલડી અમદાવાદ ખાતે ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર અર્પણ કરવામાં આવશે.

વધુમાં જણાવતાં, શ્રી માહુરકરે કહ્યું કે, or™, Social Media અને અન્ય પ્લેટફોર્મ દ્વારા થતા સંસ્કૃતિ પરના પ્રહારો વિદેશી આક્રાન્તાઓ કરતા પણ વધારે ભયંકર

નુકસાનકારક છે માટે એવા લોકો જે આ સામગ્રી પીરસી રહ્યા છે તેને એક રાષ્ટ્રવાદી આંદોલન દ્વારા એક મહાન રાષ્ટ્ર બનવા માટે ભારતે તેમને પરાસ્ત કરવા પડશે.

જે આગવી પહેલ માન.મુખ્યમંત્રી શ્રી એ કરેલ છે, તે ભારતમાં રાષ્ટ્રવાદી જન

આંદોલન ઉભું કરવાની ફાઉન્ડેશનની નેમને મોટું બળ આપશે.

ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર જે આઠ વ્યક્તિને અર્પણ કરવામાં આવશે તેમની માહિતી આ પ્રમાણે છે.

પૂજ્ય પરમાત્માનંદ સરસ્વતીજી મહારાજ

અગ્રણી હિંદુ ધર્મ માન આધ્યાત્મિક સંત છે, તેઓં શ્રી આચાર્ય સભાનાં સંયોજક તથા આંતરરાષ્ટ્રીય મહામંત્રી છે. આર્ષ વિધા મંદિર રાજકોટના સંસ્થાપક છે. શિવાનંદ આશ્રમ - અમદાવાદના પ્રમુખ છે. જેઓં વિકૃત સામગ્રીના ફેલાવા સામે લડી રહ્યા છે. સમાજને જાગૃત કરવાનું કામ તેઓં તેમના પ્રવચનોના માધ્યમે કરી રહ્યા છે. સંતો – મહંતો – રાજકીય આગેવાનોને જાગૃત કરવામાં આગવી ભૂમિકા તેઓશ્રીની રહી છે.

પૂજ્ય રત્નસુંદર સૂરિજી મ.સા.

એ એક પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ છે. જેઓ વિકૃત સામગ્રીથી યુવાનોના રક્ષણ માટે અવાજ ઉઠાવી રહ્યા છે. તેમણે વેબસીરીઝની હાનિકારક અસરો અને અન્ય પ્રકારની અશ્લીલતા સામે સિંહગર્જના કરી છે અને તેણે યુવાનોને નૈતિક મૂલ્યોના મહત્વ વિશે શિક્ષિત કરવાનું કામ કર્યું છે.

હેનિલ વિસારિયા
એક યુવા કાર્યકર છે જે સ્વચ્છ સાયબર ભારત બનાવવા માટે સમર્પિત છે. તેમને દેશની સર્વોચ્ય પંચાયતમાં આ સંવેદનશીલ વિષય ઉઠાવવા અનેક આગેવાનોને મળીને રજુઆત કરી હતી.

નરેન્દ્રભાઈ કામદાર

એ આજીવન કેળવણીકાર છે. બાળકોને અને યુવાનોને નૈતિક મૂલ્યો શીખવવા માટે અને ગંદી સોબતોથી દુર રહેવા જાગૃતિ લાવવા માટે તેમણે ભેખ લીધો છે.

મિતલ ખેતાણી
એક સામાજિક કાર્યકર છે જેમણે મીડિયામાં અશ્લીલતા અને અભદ્રતા સામે અવાજ ઉઠાવ્યો છે. હિંસા અને શોષણને પ્રોત્સાહન આપતી ફિલ્મો અને

ટેલિવિઝન શોનો બહિષ્કાર કરવા અને પ્રેરણાત્મક કથાઓના પ્રચાર પ્રસાર માટે

તેમણે ઝુંબેશનું આયોજન કર્યું છે.

સુદીપ વાલાણી,

જેમણે પાયાના સ્તરે નૈતિક મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે કામ કર્યું છે. તેમણે સેકડો ભુલકાઓને માતા – પિતા ઘરનાં જીવતા જાગતા ભગવાન અને ભગવતી છે તે વિશે શિક્ષિત કરવા માટે અને ગંદી સોબતોથી દુર રહેવા સંકલ્પબધ કરવા માટે | અનેક કાર્યક્રમોનું આયોજન કર્યું છે.

ચૈતન્ય સંઘાણી

એક વિચારશીલ તત્વચિંતક અને લેખક છે. જે પોતાની ફરજ ઉપરાંત પરંપરાગત ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને પુનર્જીવિત કરવા માટે અને વર્તમાન અસંયમી ઇન્ટરનેટ યુગ સામે તેમના મિશન ભારતીય સંસ્કૃતિ તરફ પાછા વળો માટે કામ કરી
રહ્યા છે. વિકૃતિ અને અસંયમી જીવન તરફ વળેલા યુવાનોને સંયમી સંસ્કૃતિ તરફ વાળવા કાર્ય કરી રહ્યા છે.

ડૉ. અંકિતા મુલાણી


એક ધારદાર લેખક, પ્રેરકવક્તા અને પ્રખર સામાજિક કાર્યકર છે. તેમણે હજારો પ્રેરક પ્રસંગો કહીંને સમાજ ઘક્તનું અતુલનીય કાર્ય કર્યું છે સાથે યુવાધનનો ગેરમાર્ગે દોરતા અભદ્ર કાર્યક્રમોમાં ફસાતા બચાવવા તેઓ કાર્યરત છે. તેઓ રેપ પ્રિવેન્શન કાઉન્સિલ સુરતના મેમ્બર છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ