કોરોના મહામારી વચ્ચે પણ કાશ્મીરમાં આતંકીઓ દ્વારા હુમલા કરવામાં આવી રહ્યા છે. શ્રીનગરના ડાઉન ટાઉન વિસ્તારમાં રાત્રીના અંધારાનો લાભ લઇને આતંકીઓ દ્વારા સુરક્ષો જવાનો પર પેટ્રોલ બોંબ ફેકવામાં આવ્યો હતો. અહી સુરક્ષા જવાનોની જે ચોકી હતી તેને નિશાન બનાવાઇ હતી, જોકે નિશાન ચુકી જવાને કારણે બોમ્બ દુર ફૂટયો હતો.
જોકે આ પેટ્રોલ બોંબ ફેકીને આતંકીઓ નાસી છુટયા હતા, જેને પગલે સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. હુમલાના તુરંત બાદ સૃથળ પર સીઆરપીએફ, સૈન્ય અને પોલીસની ટીમ પહોંચી ગઇ હતી અને તપાસ કરાઇ હતી. કેંપ પર હુમલો કરનારાઓની શોધખોળ કરવામાં આવી રહી છે. જોકે આ હુમલો કરનારા આતંકીઓ ક્યા સંગઠન સાથે જોડાયેલા હતા તેની જાણકારી નથી મળી શકી.