જમ્મુ કાશ્મીરમાં બિનકાશ્મીરીઓ અને બિનમુસ્લિમોની આતંકીઓ ખુલ્લેઆમ હત્યાઓ કરી રહ્યા છે. એવામાં સૈન્ય દ્વારા આતંકીઓના ખાતમા માટે મોટા પાયે ઓપરેશન ચાલી રહ્યું છે.
આવા જ બે મોટા ઓપરેશન પૂંચ અને રાજોરીના જંગલોમાં છેલ્લા નવ દિવસથી ચાલી રહ્યા છે. એવામાં સૈન્યને આ ઓપરેશનમાં મોટી સફળતા મળી છે. સૈન્યએ લશ્કરે તોયબાના છ આતંકીઓનો ખાતમો બોલાવ્યો છે. આ આતંકીઓ રાજોરી સેક્ટરમાં આવેલા જંગલોમાં છેલ્લા નવ દિવસથી છુપાયેલા હતા.
પૂંચમાં આઠ દિવસ પહેલા જ આતંકીઓએ સૈન્ય પર હુમલો કર્યો હતો જેમાં નવ જવાનો શહીદ થયા હતા. આ ઘટના બાદ આતંકીઓ રાજોરીના જંગલોમાં ભાગી ગયા હતા, જેની શોધખોળ માટે બાદમાં સૈન્ય દ્વારા મોટા ઓપરેશન શરૂ કરાયા હતા.