વધુ વળતરની લાલચ આપીને લોકોને વિવિધ પોંઝી સ્કીમોમાં રોકાણ કરાવી રૂ. 6 હજાર કરોડનું મસમોટું કૌભાંડ આચરવાનાં આરોપ હેઠળ BZ ગ્રૂપનો માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલા હાલ જેલમાં બંધ છે. જો કે આ વિવાદમાં નવો ફણગો ફુટ્યો છે. જેમાં આ કૌભાંડ કરનાર ભૂપેન્દ્રસિંહ ઝાલાનો પ્રચાર-પ્રસાર વન વિભાગના અધિકારી અને કર્મચારીઓ કર્યો છે.