વર્ષ 2023 UPI પેમેન્ટની બાબતમાં ખૂબ જ ખાસ રહ્યું છે. ગયા વર્ષે ભારતીયોએ મોટા પાયે ઓનલાઈન પેમેન્ટ કર્યું છે. આજકાલ લોકો ઘરના રાશન, ચા, સિગારેટ અને બાળકોની સ્કુલમાં UPI દ્વારા જ પેમેન્ટ કરી રહ્યા છે. આ કારણોસર છેલ્લા એક વર્ષમાં UPI પેમેન્ટના મામલામાં 42 ટકાની વૃદ્ધિ નોંધવામાં આવી છે. આંકડાઓની વાત કરીએ તો આ આખા વર્ષમાં કુલ 18 લાખ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા છે. આ સમયગાળા દરમિયાન, ટ્રાન્ઝેક્શન વેલ્યુમાં 54 ટકાની વૃદ્ધિ નોંધવામાં આવી છે. આ સાથે આ આંકડો વધીને 1,202 કરોડ રૂપિયા થઈ ગયો છે. ઉપરાંત, ઓનલાઈન પેમેન્ટના કિસ્સામાં મહિને મહિને વૃદ્ધિ નોંધાઈ છે.