મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુ સંગીન બનાવવા માટે અતિ મહત્વના રસ્તાઓને હાઈસ્પીડ કોરિડોર તરીકે વિકસાવવાનો અભિગમ અપનાવ્યો છે.
હાઈસ્પીડ કોરિડોર યોજના : અમદાવાદ-મહેસાણા-પાલનપુર રસ્તાને હાઈસ્પીડ કોરિડોર તરીકે ડેવલપ કરવામાં આવી રહ્યો છે. જે સંદર્ભે સરસ્વતી નદી પર નવો મેજર બ્રિજ બનશે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બ્રિજ નિર્માણ માટે રૂ. 145 કરોડ ફાળવવાની મંજૂરી આપી છે.