અખિલ ભારતીય સહંસમલ ભાંતૂ સમાજ સંઘ એ ગુજરાત અને દેશમાં વસતા છારા-સાંસી-આડોડિયા-કંજરભાટ સમાજનું રાષટ્રીય સ્તરનું સંગઠન છે. તાજેતરમાં જ અમદાવાદના છારાનગરમાં ઉપરાઉપરી 6-7 લોકોના નિધન થતાં અને તેમાં 2 લોકો કોરોના સંક્રમિતથી નિધન પામતા સમાજમાં ભયની સાથે અરેરાટી સર્જાઇ હતી. કોરોના લોકડાઉનના નિયમો અમલમાં છે ત્યારે એ નિધન પામેલા દિવંગતોના પરિવારજનો પ્રત્યે અને સમાજમાં એકતા-બંધુતાની લાગણીને વધુ મજબૂત બનાવવા સોશિયલ ડિસ્ટેન્સીગના નિયમનુ પાલન કરીને સંગઠન દ્વારા સમાજના લોકો પોતાના ઘરની બહાર આંગણમાં એક દિવો પ્રગટાવીને તેમને સ્મરણાંજલિ અને શ્ર્ધ્ધાંજલિ અર્પે તેવો એક અનોખો અને નવતર કાર્યક્રમ અમદાવાદ, દાહોદ, ભાવનગર અને મહારાષ્ટ્રમાં પણ યોજાયો હતો.
લોકડાઉનમાં આજે જ્યારે કોઇ સ્વજનના નિધન પ્રસંગે બેસણુ યોજાઇ રહ્યા નથી ત્યારે છારા સમાજે સંગઠનના અગ્રણી અને જાણીતા એડવોકેટ રતન કોડેકરના માર્ગદર્શન હેઠળ છારાનગર સહિત અન્યત્ર સેંકડો સ્વજનોએ આ નવતર કાર્યક્રમ યોજીને તાજેતરમાં નિધન પામેલાઓની વસમી યાદમાં સંધ્યાટાણે દિવડો કે મીણબતી પ્રગટાવીને શ્રધ્ધાસૂમન અર્પિત કરીને એક નવી દિશા બતાવવાનો પ્રયાસ કર્યો હતો.