Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત અમદાવાદ શહેર છે. એક તરફ તંત્ર દ્વારા જરૂરિયાતમંદ લોકોને દરેક સુવિધા પહોચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ સરકારી સહાયતાનો દુરઉપયોગ કરનારાઓ લોકો પણ જોવા મળી રહ્યા છે. ત્યારે આજે એવોજ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં કલેકટરના આદેશ મુજબ કરોડપતિ દંપતિને નોટિસ ફટકારવામાં આવી છે.

વર્તમાન સ્થિતિનો મુકાબલો કરવા માટે તંત્ર દ્વારા જરૂરીયાતમંદ લોકોને ભોજન, અનાજની કિટ, દવા અને એકલુ જીવન જીવતા વ્યક્તિઓ માટે સેવા પણ શરૂ કરી છે. જેની માટે કલેક્ટર કાર્યાલયમાં કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે. 17 એપ્રિલે સેટેલાઇટના સચિન ટાવરમાં રહેતા દીપક શાહ અને તેમના પત્ની કિરણ શાહે કંટ્રોલ રૂમમાં ફોન કરીને જણાવ્યુ કે તેમને ત્યા ભોજન માટે કઇ પણ નથી. જેની જાણકારી મળતા જ વેજલપુર સીટી કાર્યાલય દ્વારા તેમના ઘર ભોજન, રાશનનીકિટ અને ફૂડ પેકેટ પહોંચાડવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

ભોજન અને રાશનની કિટ લઇને પહોચેલી ટીમ દ્વારા પૂછપરછથી ખબર પડી કે કિરન શાહ સેવાનિવૃત શિક્ષિકા છે. તે જે ફ્લેટમાં રહે છે તેની કિંમત આશરે એક કરોડ રૂપિયા છે, તેમનો પુત્ર ચેન્નાઇમાં કોઇ મોટા પદ પર નોકરી કરી રહ્યો છે. આ દંપત્તીએ એપીએલ-1 રાશન કાર્ડ દ્વારા મફતમાં અનાજ પણ લીધુ છે. તપાસ દરમિયાન ખબર પડી કે તેમના ઘરમાં જરૂરતનો દરેક સામાન ઉપલબ્ધ છે. અમદાવાદ પશ્ચિમ ક્ષેત્રના ડેપ્યુટી કલેક્ટર જેબી દેસાઇએ જણાવ્યુ કે તેમના રસોઇ ઘરમાં અનાજ, તેલ, મસાલા, દાળ તથા જરૂરી સામાન હતો. આ દંપત્તીએ ફૂડ પેકેટ, રાશનની કિટ મેળવવા માટે ખોટો ફોન કર્યો છે. જિલ્લા કલેક્ટર કેકે નિરાલાના આદેશ પર દંપત્તી વિરૂદ્ધ નોટિસ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ