કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા અને દિલ્હીની બોર્ડર પર ધરણા પર બેઠેલા ખેડૂતોનું આંદોલન દિવસ પસાર થઈ રહ્યા છે તેમ-તેમ ઉગ્ર બનતું જાય છે. આ દરમિયાન આજે કેન્દ્ર સરકાર અને ખેડૂતોની એક બેઠક યોજાવાની છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આજે યોજાનારી બેઠકમાં ખેડૂત અને કેન્દ્ર સરકારની વચ્ચે કોઈ વચ્ચેનો રસ્તો નીકળી શકે છે અને આંદોલન ખતમ થઈ શકે છે. બેઠકમાં ન્યૂનતમ સમર્થન મૂલ્ય (MSP)ની કાયદાકીય ગેરંટી અને ત્રણ કૃષિ કાયદાઓને રદ કરવા અંગે ચર્ચા થઈ શકે છે. સરકારની સાથે બેઠક પહેલા ખેડૂત નેતા હરમીત સિંહે કહ્યું કે, બેઠકમાં અમે ત્રણ કૃષિ કાયદાઓને પરત લેવાની માંગ કરીશું.