રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હવે લગ્નસમારંભની સંખ્યા પર સરકારે કાતર ફેરવી છે. સરકારે ગાંધીનગરથી એક મોટો નિર્ણય જાહેર કર્યો છે કે હવે પછી રાજ્યમાં જે લગ્ન સમારંભ યોજાશે તેમાં આયોજન સ્થળની કુલ ક્ષમતાના 50 ટકાથી ઓછા લોકોને જ બોલાવી શકાશે જ્યારે વધુમાં વધુ 100 વ્યક્તિ જ લગ્નમાં જોડાઈ શકશે. સરકારની નવી ગાઇડલાઇન મંગળવાર મધ્યરાત્રિથી લાગુ પડશે.
આ સાથે જ મૃત્યુ અને અંતિમ સંસ્કારની વિધિમાં પણ સરકારે સંખ્યામાં કાપ મૂકવાનો નિર્ણય ક્યો છે. સરકારના નિર્ણય મુજબ અંતિમ વિધિમાં વધુમાં વધુ 50 વ્યક્તિ ભાગ લઈ શકશે. અગાઉ આ સંખ્યા 200 સુધીની છૂટ આપવામાં આવી હતી. રાજ્યમાં કોરોનાના સતત કેસ વધી રહ્યા છે જેને જોતા સરકારે આકરો નિર્ણય લીધો છે. અગાઉથી અમદાવાદ, વડોદરા અને સુરત-રાજકોટમાં રાત્રિ કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે.