ગઈકાલે મોડી રાત્રે મુંબઈના ગોરેગાંવના આઝાદ નગરમાં સમર્થ નામની 7 માળની ઈમારતમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. સવારે 2.30 થી 3 વાગ્યાની વચ્ચે બિલ્ડિંગના પાર્કિંગમાં લાગેલી આગને કારણે 40થી વધુ લોકો દાઝી ગયા છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 6 લોકોના મોત થઈ ચૂક્યા છે અને બેની હાલત ગંભીર જણાવાઈ રહી છે.