શ્રીનગર પોલીસે આજે પ્રતિબંધિત આતંકી સંગઠન લશ્કર-એ-તોઈબા અને ટીઆરએફના ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરી છે. આ ત્રણે આતંકવાદીઓની શ્રીનગરના નાટિપોરા વિસ્તારમાંથી ધરપકડ કરાઈ છે. પોલીસે બાતમીના આધારે મોટી કાર્યવાહી હાથ ધરી હરનબલ નાટિપોર વિસ્તારમાં એક નાની ટીમ તૈનાત કરી હતી. આ દરમિયાન પોલીસે એક ચેકપોઈન્ટ પરથી પ્રતિબંધીત આતંકવાદી સંગઠનથી જોડાયેલા ત્રણેય આતંકવાદીઓને ઝડપી પાડ્યા છે. આ આતંકવાદીઓને ઓળખ ઈમરાન અહમદ નજર, વસીમ અહમદ મુટ્ટા, વકીલ અહમદ ભટ્ટ તરીકે થઈ છે.