ભારત સરકારે 2024માં અત્યાર સુધીમાં 28,000થી વધુ સોશિયલ મીડિયા URL બ્લોક કર્યા છે. રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાને રાખીને સરકારે આ નિર્ણય કર્યો છે. દૂર કરાયેલી મોટાભાગનું કન્ટેન્ટમાં ખાલિસ્તાન તરફી અલગતાવાદી ચળવળો, અભદ્ર ભાષા અને ભારતની સાર્વભૌમત્વને જોખમમાં મૂકતું કન્ટેન્ટ સામેલ હતું. આ કાર્યવાહી ભારતના ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની કલમ 69A હેઠળ કરવામાં આવી હતી, જે સરકારને રાષ્ટ્રીય સુરક્ષા અથવા જાહેર વ્યવસ્થા માટે જોખમ ઊભું કરતા કન્ટેન્ટને બ્લોક કરવાની સત્તા આપે છે.