જમ્મુ કાશ્મીરના જમ્મુમાં એક ટ્રકમાં ભારે હથિયારો ઘુસવાનો પ્રયાસ કરી રહેલા ચાર આતંકીઓ ઠાર માર્યા ગયા હતા. આ આતંકીઓ પાકિસ્તાનથી ઘુસ્યા હતા અને જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાની ફિરાકમાં હતા. ૨૬મી જાન્યુઆરીની ઉજવણી પહેલા આતંકીઓ હુમલો કરવા માગતા હોવાના અહેવાલો હતા, જેને પગલે કડક રીતે તપાસ કરવામાં આવી હતી જેમાં આ આતંકીઓ ઝડપાઇ ગયા હતા. બાદમાં સામસામે ગોળીબાર થતા આતંકીઓ માર્યા ગયા હતા.