રાજ્યમાં અનેક વાર ભૂકંપના આંચકા આવતા હોય છે. મોડી રાત્રે કચ્છના ખાવડા નજીક પણ ભૂકંપનો આંચકો અનુભવાયો છે. લગભગ 12.16 કલાકે ખાવડા નજીક 3.0ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે. ભૂકંપનુ કેન્દ્રબિંદુ ખાવડાથી લગભગ 35 કિમી દૂર નોર્થ વેસ્ટ બાજુ હોવાનું સામે આવ્યુ છે.