રાજ્યસભા ચૂંટણીમાં મંગળવારે ત્રણ રાજ્યો ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને કર્ણાટકમાં ક્રોસ વોટિંગની ભરમાર જોવા મળી હતી. ચૂંટણીવાળા ત્રણ રાજ્યોમાંથી ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં ભગવો લહેરાયો હતો જ્યારે કર્ણાટકમાં ભાજપને ફટકો પડયો હતો. કર્ણાટકમાં કોંગ્રેસે ત્રણ અને ભાજપે એક બેઠક જીતી હતી. જોકે, હિમાચલ પ્રદેશની એકમાત્ર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અભિષેક મનુ સિંઘવીનો પરાજય થતાં સુખ્ખુ સરકાર જોખમમાં મુકાઈ ગઈ છે. ઉત્તર પ્રદેશમાં ભાજપ ૧૦માંથી ૮ બેઠકો જીત્યું છે જ્યારે સપાને બે બેઠકો મળી છે. સાત સભ્યોના ક્રોસ વોટિંગના કારણે સપાએ એક બેઠક ગુમાવવી પડી છે.