જમ્મુ-કાશ્મીરના જમ્મુ અને ઉધમપુર જિલ્લાના કાશ્મીરી પ્રવાસીઓને (વિસ્થાપિતો) ચૂંટણી પંચે મોટી રાહત આપી છે. હવે તેમને લોકસભાની ચૂંટણીમાં મતદાન કરવા માટે 'ફોર્મ M' ભરવાની જરૂર નથી, કારણ કે પંચે જૂની માગણીને સ્વીકારીને વિસ્થાપિત લોકો માટે વર્તમાન મતદાન યોજનામાં ફેરફાર કરવાનો આદેશ આપ્યો છે.
અગાઉ, ખીણના વિસ્થાપિત મતદારો માટે જમ્મુ અને કાશ્મીરમાં દરેક સંસદીય અને વિધાનસભા ચૂંટણી પહેલા આ ફોર્મ ભરવાનું ફરજિયાત હતું. ગત ગુરુવારે ચૂંટણી પંચ દ્વારા આ નવી વ્યવસ્થાની જાહેરાત કરવામાં આવી હતી. આ મુજબ, જમ્મુ અને ઉધમપુરના વિવિધ કેમ્પ અથવા વિસ્તારોમાં કાશ્મીરી વિસ્થાપિત મતદારોએ હવે 'ફોર્મ M' ભરવાની જરૂર રહેશે નહીં. તેના બદલે, તેઓ જે વિસ્તારમાં મતદાર તરીકે રજિસ્ટર્ડ છે અથવા જ્યાં રહે છે ત્યાંના ખાસ મતદાન મથકો પર મતદાન કરી શકશે