ગુજરાતના આઇપીએસ ઓફિસર એ.કે.સિંઘે આજે દિલ્હીમાં NSGના ડીજી તરીકેના ચાર્જ સંભાળ્યો છે. જણાવી દઈએ કે ગુજરાત કેડરના તેઓ પ્રથમ આઇપીએસ ઓફિસર છે જેમણે NSGના ડીજી તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. એ.કે. સિંઘે બે વર્ષથી વધુ સમય અમદાવાદના પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી છે. 30-9-2020 સુધી એટલે કે એક વર્ષ માટે NSGના ડીજી તરીકે તેમની નિમણૂંક કરવામાં આવી છે.