Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

તથ્ય પટેલે જેગુઆર કારને ઇસ્કોન બ્રીજ પર પુરઝડપે ચલાવીને નવ લોકોના જીવ લેવાના કેસમાં પોલીસે તથ્ય વિરૂદ્વ અકસ્માત અંગે અનેક સજ્જડ પુરાવા એકત્ર કર્યા છે. જેમાં જેગુઆર કારના ચોક્કસ મોડલ અને તમામ પ્રકારની માહિતી  યુ.કે સ્થિત કંપનીના હેડક્વાટર્સથી મંંગાવી છે. જે તથ્યકાંડમાં પોલીસને મદદરૂપ થશે.  આ ઉપરાંત, અકસ્માત સમયે તેણે બ્રેક ન લાગી હોવાનું નિવેદન શરૂઆતમાં આપ્યું હતું.  જો કે કાર કંપનીના નિષ્ણાંતોએ કારની બ્રેકમાં કોઇ ખામી ન હોવાનું જણાવ્યું હતું. ગત ૨૦મી તારીખે રાતના સમયે તથ્ય પટેલે ઇસ્કોન બ્રીજ પર જેગુઆર કારને પુરઝડપે હંકારીને બ્રીજ પર અકસ્માતને જોવા ઉભેલા લોકો પર ચઢાવીને નવ લોકોના જીવ લીધા હતા. આ કેસની તપાસમાં તથ્ય પટેલે પોલીસને ગોળ ગોળ જવાબ આપ્યા હતા

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ