શહેરની સોલા પોલીસ દ્વારા મહિલાઓને હેરાન કરતા રોમિયોની સામે કાર્યવાહી અને ગુનો ન નોંધવાના કારણે બે દિવસ પહેલા ચાંદલોડિયામાં પ્રેમમાં પાગલ બનેલા પ્રેમીએ યુવતીને છરીના ઘા માર્યા હતા. હવે આવી જ એક ઘટના સામે આવી છે, જેમાં એક તરફથી પ્રેમીએ યુવતીને ગેંગરેપ અને જબરજસ્તીથી લગ્ન કરવાની ધમકી આપી હતી, કંટાળેલી યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
પ્રાપ્ત વિગત પ્રમાણે ચાણકયપુરીમાં રહેતી યુવતીને તેના ઘરની સામે જ દુકાન ધરાવતા યુવકે ઘરમાં ઘુસી ગેંગરેપ કરવાની અને સગાઈ તોડી નાખવાની ધમકી આપતા યુવતીએ પાંચમા માળેથી કૂદી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવતી હાલ અસારવા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અને તેની કમર અને એક હાથમાં ઇજા થઇ છે. ઘાટલોડિયાના ચાણક્યપુરી વિસ્તારમાં સેક્ટર-3માં રહેતા અને ચપ્પલ બનવવાનું કામ કરતો યુવક માતા, નાના ભાઈ અને બહેન સાથે રહે છે. યુવકના ઘરની સામે જ ફેશન કિંગ નામની કનુ સિંગાડીયાની દુકાન આવેલી છે. ચપ્પલ બનાવવાનું કામ હોવાથી તેઓ સાથે વ્યાપારી સંબંધ હતા. યુવકની બહેનની તાજેતરમાં જ રાજસ્થાન ખાતે સગાઈ કરી છે.