દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં મન મૂકીને વરસ્યા બાદ હવે મેઘરાજા મંગળવારે (02 જૂલાઈ) ઉત્તર ગુજરાતમાં ઓળઘોળ થયા હતા. મંગળવારે 199 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં બનાસકાંઠાના લાખણીમાં બે કલાકમાં સાડા 6 ઈંચ સહિત કુલ સૌથી વધુ 11 ઈંચ વરસાદ ખાબક્યો હતો. હવામાન વિભાગ દ્વારા આજે (03 જૂલાઈ) સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદ માટે 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે.