અમદાવાદ શહેરમાં શુક્રવારે મોડી રાતે વટવા જીઆઈડીસીમાં (GIDC) ફેઝ -4 માં આવેલી એલ્યુમિનિયમ ફોઈલ બનાવતી કંપનીમાં બોઈલર ફાટતા અચાનક (major fire) આગ લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે, ફાયર બ્રિગેડે ફાયર કોલ પણ જાહેર કર્યો હતો. ફાયરબ્રિગેડની 47 ગાડીઓએ આગ પર કાબુ મેળવવાની તજવીજ હાથ ધરી છે. જોકે અડધી રાત સુધી તેઓ આગ પર કાબુ મેળવી શક્યા નથી. સદનસીબે, આ ઘટનામાં હજી સુધી જાનહાનીના કોઈ સમાચાર નથી મળ્યા. આ ભીષણ આગના ગોટેગોટા દૂરદૂર સુધી ફેલાયા હતા. જેના કારણે આસપાસની ફેક્ટરી અને રહીશોમાં ચિંતા છવાઇ છે.