વાપી નજીક આવેલા બલીઠા વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં ફરી એક વખત આગ લાગતાં દોડધામ મચી ગઇ હતી. બલીઠા વિસ્તારમાં આવેલા ભંગારના ગોડાઉનમાં આજે વહેલી સવારે આગ લાગી હતી. શરૂઆતમાં એક ગોડાઉનમાં લાગેલી આગ આજુબાજુના ગોડાઉનમાં પણ પ્રસરી હતી. આથી સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી. મહત્વપૂર્ણ છે કે, નજીકમાં જ રહેણાંક વિસ્તાર પણ આવેલો હોવાથી લોકોના જીવ તાળવે ચોંટયા હતા. સદનસીબે આ આગ દૂર્ઘટનામાં કોઇ જાનહાનીના સમાચાર સામે આવ્યાં નથી.
પહેલા એક ગોડાઉનમાં લાગેલી આગ આસપાસના નાના-મોટા 8 ગોડાઉનમાં પ્રસરી ગઇ હતી. આથી વધારે ફાયર ફાયટરોની જરૂર જણાતા વાપી ઉપરાંત સરીગામ સહિત અન્ય પ્રાઈવેટ કંપનીઓના ફાયર ફાયટરોને પણ મદદ માટે બોલાવવામાં આવ્યા હતા.