પુણેમાં કેમિકલ કંપનીમાં આજે ભીષણ આગ લાગતા 18 જણ મોતને ભેટયા હતા. મૃતકમાં 15 મહિલાનો સમાવેશ હોવાનુ કહેવાય છે. અહી સેનિટાયઝર બનાવવામાં આવતુ હોવાથી આગ ઝડપથી પ્રસરી ગઇ હોવાની ચર્ચા થઇ રહી છે.
ફાયરબ્રિગેડે કલાકોની જહેમત પછી આગ પર કાબૂ મેળવ્યો હતો આ બનાવને લીધે શોકની છાયા ફરી વળી હતી. કંપનીમાં સુરક્ષાની યોગ્ય કાળજી રાખવામાં આવી નહોતી એવો આરોપ કરવામાં આવી રહ્યો છે. પોલીસે કંપનીના માલિકને તાબામાં લઇ વધુ તપાસ આદરી છે.