દિલ્હી હાઇકોર્ટે ગુરુવારે એક પારિવારિક વિવાદના નિકાલ વખતે મહત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું હતું કે કોઇ મુસ્લિમ શખ્સ સાથે લગ્ન કરી લેવા માત્રથી કોઇ હિન્દુ મહિલાનું આપમેળે ઇસ્લામમાં ધર્માંતરણ નથી થઇ જતું. પરિવારની સંપત્તિમાં હિસ્સા માટે એક બહેને ગુહાર લગાવી હતી જેની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે આ ટિપ્પણી કરી હતી.