કોરોનાની મહામારી વચ્ચે હિન્દુ-મુસ્લિમ એકતા અને સર્વધર્મ સમભાવની સરવાણી વહી રહી હોવાના કિસ્સા સામે આવી રહ્યાં છે. આવો જ એક કિસ્સો રાંચીથી અમદાવાદ આવેલાં 19 વર્ષના યુવાન પરવેઝ અંસારીનો છે. બે વર્ષ પહેલાં પરવેઝ ઝારખંડના રાંચી પાસેના ગામડામાંથી કમાવવા ગુજરાત આવ્યો અને અમરાઇવાડીમાં રબારી વાસમાં ભાડાની ઓરડીમાં રહેતો હતો.
પરવેઝે લોકડાઉનને કારણે નોકરી ગૂમાવી અને અચાનક જ બીમાર પડ્યો અને અચાનક જ એક દિવસ તેને કફ-તાવ આવતાં લોકોએ કોરોનાના ડરથી તેના સંપર્કમાં આવવાનું ટાળવા માંડ્યું. દરમિયાન પરવેઝની બંને કિડની ફેઇલ થઈ ગઈ અને તે ટીબીમાં સપડાયો ત્યારે તેણે એક વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાઈરલ કર્યો. જોકે, કોરોનાના લક્ષણોને પગલે સ્થાનિકોએ તેને સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યો, પરંતુ તેના ટેસ્ટ નેગેટીવ આવતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. દરમિયાન પરવેઝનો વાયરલ વીડિયો ચાંદની ફાઉન્ડેશનના ચાંદની નેભનાણી પાસે પહોંચ્યો અને તેમણે તરત જ અસારવા પોલીસનો સંપર્ક કરીને પરવેઝનું ઘર શોધી પરિવારનો સંપર્ક કર્યો. ચાંદની કહે છે કે, તેમને દૂધ પહોંચાડ્યું પરંતુ, બીજા દિવસે તેમને ફળ પહોંચાડતા પહેલાં જ ગુરુવારે રાત્રે તેમનું અવસાન થયાની જાણ થઈ હતી.
ચાંદનીએ કહ્યું કે, તેમણે સાથીદાર સૌરીન શાહ સાથે અસારવાના મામલતદાર આશોક સિરસિયા, અમરાઈવાડી પોલીસના રઘુવીરસિંઘ, NGO જેન્યુઈન હેલ્પના સભ્યોની મદદથી મૃતદેહ લઈને એક મુસ્લિમ પરિવારના ઘરે અંતિમવિધિ કરીને તેમના પરિજનોની ઈચ્છા મુજબ દફનવિધિ સંપન્ન કરી હતી. પરવેઝના પરિવારને વીડિયો કોલિંગથી દફનવિધિ લાઈવ દર્શાવાઈ હતી. દફનવિધિ પહેલાં મૌલવી સાહેબ મુફ્તી અબ્દુલ કય્યુમ મન્સુરીએ નમાજ પઢવા સહિતની મદદ કરી હતી.