અમદાવાદ જિલ્લામાં 390 શાળાઓમાં મેદાન વગરની છે. આ શાળાઓ મોટાભાગે ખાનગી શાળાઓ છે. જિલ્લામાં 380 ખાનગી શાળાઓમાં મેદાન નથી. 10 સરકારી શાળાઓ પણ મેદાનની સગવડ વગરની છે. તે જ રીતે ગાંધીનગરમાં પણ 143 સરકારી પ્રાથમિક શાળાઓને પોતાના મેદાન નથી. જિલ્લામાં 60 પ્રાઈવેટ શાળા પણ મેદાન વિનાની છે. ગુજરાત વિધાનસભાની પ્રશ્નોતરીમાં સરકારે આ જવાબ રજૂ કર્યો.