સમ્મેદ શિખરજીને ઇકો ટુરીઝમ સ્થળ જાહેર કરતા દેશભરમાં ઝારખંડ સરકાર સામે જૈનો આકરા પાણીએ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પહેલા અમદાવાદ, વડોદરા અને આજે સુરતમાં પણ જૈનો દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતમાં આજે જૈન સમાજના લોકોએ સરગમથી કલેકટર કચેરી સુધીની ભવ્ય મૌન રેલી યોજી છે. આ રેલીમાં મોટી સંખ્યામાં જૈન સમાજનાં લોકો મોટી સંખ્યામાં જોડાયા છે. જેમાં તેઓ ઝારખંડ સરકારનાં આદેશને રદ કરવાની માંગ કરી છે.