Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેવભૂમિ દ્રારકા જીલ્લાના જામખંભાળીયામાં હાસ્યકાર જગદીશ ત્રિવેદીએ તદ્દન નવી સરકારી પ્રાથમિક શાળા બનાવીને સરકારને સુપ્રત કરી હતી. 

                
હદયને સ્પર્શી જાય એવી વાત :-
જગદીશ ત્રિવેદીના સાસુ એક જમાનામાં જે શાળામાં મધ્યાન્હ ભોજનની રસોઈ બનાવતા એ શાળાને એમનું નામ માતુશ્રી ભાનુબહેન વસંતલાલ ભટ્ટ પ્રાથમિક શાળા મળ્યુ.

આ પ્રસંગે ભાગવત કથાકાર પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા, કેબીનેટ મંત્રી મુળુભાઈ બેરા, શિક્ષણમંત્રી ડો. કુબેર ડીંડોર, નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ગીરીશભાઈ ભીમાણી, તથા નરસિંહ મહેતા યુનિવર્સિટીના ઉપકુલપતિ ચેતનભાઈ ત્રિવેદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. 

આ શાળા જગદીશ ત્રિવેદી દ્રારા નિર્મિત આઠમી સરકારી શાળા છે.

આ શાળાના લોકાર્પણ સાથે જગદીશ ત્રિવેદીના વ્યક્તિગત દાનની રકમ પાંચ કરોડને પાર કરી ગઈ છે. એમણે આરોગ્ય અને શિક્ષણ પાછળ કુલ અગિયાર કરોડ રૂપિયાનું દાન કરવાનો મનોરથ કરેલ છે અને એ માટે ૧૨/૧૦/૨૦૧૭ થી પોતાના દેશ-પરદેશના તમામ કાર્યક્રમોની સંપૂર્ણ આવક તેઓ દાન કરી રહ્યા છે. 

આ કાર્યક્રમમાં પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ, જીતુભાઈ દ્રારકાવાળા, વસંત પરેશ બંધુ , પરસોત્તમપરી ભજનીક , વિનુ ચાર્લી, મિલન ત્રિવેદી, ગુણવંત ચુડાસમા , તેજસ પટેલ, ચંદ્રેશ ગઢવી અને મનન રાવલ જેવા ઘણાં કલાકારો, લેખકો, કવિઓ અને મોટી સંખ્યામાં જામખંભાળીયાના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ