ભારતમાં ભલે કોરોનાની બીજી લહેર ખૂબ નબળી પડી ગઈ હોય પરંતુ સંક્રમિત થયેલા દર્દીઓના મોતની સંખ્યા હજુ દર રોજ એક હજારની આસપાસ નોંધાઈ રહ્યા છે. દેશમાં કોવિડનો સામનો કરીને મોતને ભેટેલા દર્દીઓની સંખ્યા 4 લાખના આંકને પાર કરી ગઈ છે. બીજી તરફ, કોવિડ રિકવરી રેટ માં ધરખમ સુધાર જોવા મળી રહ્યો છે, તે હવે 97 ટકાએ પહોંચી ગયો છે.
શુક્રવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 46,617 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 853 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,04,58,251 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 34,00,76,232 લોકોને કોરોના વેક્સીન (Corona Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે.