અમદાવાદથી દુબઈ જતી સ્પાઈસ જેટની ફ્લાઈટને મેડિકલ ઈમરજન્સી બાદ પાકિસ્તાનના કરાચીમાં ડાયવર્ટ કરવામાં આવી છે. ફ્લાઈટમાં સવાર એક મુસાફરની તબિયત ખરાબ થવાને કારણે ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવામાં આવ્યું હતું. એરલાઈન્સે જણાવ્યું કે અમદાવાદથી દુબઈ જતી ફ્લાઈટમાં એક મુસાફર અચાનક બીમાર પડી ગયો. મેડિકલ ઈમરજન્સીને ધ્યાનમાં રાખીને ફ્લાઈટને કરાચી તરફ ડાયવર્ટ કરાઈ હતી. એરલાઈન્સ અનુસાર સ્પાઈસ જેટની બોઈંગ-737 ફ્લાઈટનું કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.