Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સામાન્ય રીતે પતિ પત્નીના ઝઘડામાં બાળકો પીસાતા હોય છે. આવી જ એક ઘટના દિલ્હીમાં બની છે. જેમાં માતા-પિતાના ઝઘડામાં બાળકીનો ભોગ લેવાયોહતો. પૂર્વ દિલ્હીના કોંડલી વિસ્તારમાં પાંચ મહિનાની બાળકીને પોતાના માતા-પિતા વચ્ચે થયેલા ઝઘડાના કારણે જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. પોલીસે બુધવારે જણાવ્યું હતું કે, 32 વર્ષીય સત્યજીત તથા તેની 29 વર્ષીય પત્ની દીપ્તિ વચ્ચે ઝઘડો થયો હતો. આ દરમિયાન દુર્ઘટનાવશ બાળકીને ઇજા પહોંચી હતી.

પોલીસના જણાવ્યા પ્રમાણે સત્યજીત અને દીપ્તિ વચ્ચે રવિવારે ઝઘડો થયો હતો. જેનાથી સત્યજીતે દંડો ઉઠાવીને દીપ્તિને મારવાનું શરૂ કર્યું હતું. દંડામાં લાગેલી ખીલી અચાનક બાળકીના માથા ઉપર વાગી ગઇ હતી. પોલીસે જણાવ્યું હતું કે, સત્યજીત અને દીપ્તિએ બાળકીની પ્રાથમિક સારવાર કરી હતી. પરંતુ મંગળવારે સવારે બાળકીને વોમીટ થઇ હતી. ત્યારબાદ દીપ્તિ તેને પ્રાઇવેટ હોસ્પિટલમાં લઇ ગઇ હતી. જ્યાં ડૉક્ટરે તેને મૃત જાહેર કરી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ