મોરબીના બ્રીજની તુટવાની ઘટનાની તપાસ માટે પાંચ સભ્યોની કમિટીને જવાબદારી સોપવામાં આવી
મોરબીમાં ઝુલતો પુલ તુટવાની ઘટનાની તપાસ માટે રાજ્ય સરકારે તાત્કાલિક બેઠક બોલાવી હતી. જે અનુસંધાનમાં પાંચ સિનિયર અધિકારીઆની કમિટી તૈયાર કરવાનો હુકમ કર્યો છે. જેમાં મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશનના કમિશનર રાજકુમાર બેનિવાલ , ગાંધીનગર માર્ગ અને મકાન વિભાગના ક્વોલીટી કંટ્રોલ ડીપાર્ટમેન્ટના ચીફ અન્જિનિયર કે એમ પટેલ, અમદાવાદ એલ ડી એન્જિયનિરીંગ કોલેજના સ્ટ્રક્ચરલ વિભાગના એચઓડી ડૉ. ગોપાલ ટાંક, માર્ગ અને મકાન વિભાગના સચિવ સંદીપ વસાવા અને સીઆઇડી ક્રાઇમના આઇજી સુભાષ ત્રિવેદીનો સમાવેશ કરાયો છે. આ કમિટીના સભ્યો કાલે સવારે મોરબી પહોંચશે અને તપાસ શરૂ કરશે.