અમદાવાદનાં પિરાણા - પીપળજ રોડ પર આવેલા નાનુકાકા એસ્ટેટમાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ આગની (fire) દૂર્ઘટના બની હતી. જેના કારણે આસપાસનાં 9 ગોડાઉનને અસર થઇ હતી. કાપડના ગોડાઉન સહિત 3-4 ગોડાઉનની છત ધરાશાયી થઈ હતી.. આ બિલ્ડિંગમાં 12થી 18 જેટલા લોકો ફસાયાની માહિતી મળી રહી છે. જેમાંથી 9 લોકોનાં કરૂણ મોત નીપજ્યા છે. હાલ ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લીધો છે. પાંચથી વધુ ગાડી ઘટના સ્થળે પહોંચી ગઇ છે અને રાહત કામગીરી ચાલી રહી છે. શાહ આલમ, સરખેજ ઘોડાસર, નારોલ, વટવા 1 & 2, લાંભાથી 108 ઘટનાસ્થળ પર પહોંચી હતી જે બાદ તેમને એલ.જી હૉસ્પિટલ માટે રવાના કરવામાં આવી છે. પોલીસે કેમિકલના ગોડાઉનના માલિકની પૂછપરછ પણ કરી છે.