મુંબઈની સનરાઇઝ હૉસ્પિટલમાં ગત રાત્રે આગ લાગી ગઈ, જેના કારણે 9 લોકોનાં મોત થયા છે. પહેલા અહેવાલ આવી રહ્યા હતા કે આગ ભાંડુપ વિસ્તારમાં સ્થિત ડ્રીમ મોલમાં લાગી છે. ઘટનાસ્થળે પહોંચેલી બચાવ ટીમે જોયું કે આગ મોલના ત્રીજા માળે આવેલી સનરાઇઝ હૉસ્પિટલમાં લાગી હતી. જે સમયે હૉસ્પિટલમાં આગ લાગી, તે સમયે ત્યાં 70થી વધુ દર્દી સારવાર લઈ રહ્યા હતા. નોંધનીય છે કે અહીં દાખલ મોટાભાગના દર્દી કોરોનાથી સંક્રમિત છે. બીએમસીએ તપાસના આદેશ આપ્યા છે કે મોલની ઉપર હૉસ્પિટલ કેવી રીતે બનાવવામાં આવી અને આ ઘટના પાછળ કોણ જવાબદાર છે.