દિલ્હીના શાહદરાના શાસ્ત્રી નગર વિસ્તારમાં ગુરુવારે સવારે એક રહેણાંક ઇમારતમાં ભીષણ આગ લાગતાં ગુંગળામણને લીધે બે બાળકો અને એક દંપતી સહિત કુલ 4 લોકોના મોત નીપજ્યાં છે. એક અધિકારીએ જણાવ્યું કે પીડિતોની ઓળખ મનોજ(30), તેમની પત્ની સુમન (28) અને પાંચ તથા ત્રણ વર્ષની બે છોકરીઓ તરીકે થઇ હતી.