ગુજરાતના ખેડૂતોની પરિસ્સ્થિતિ દયનીય બની રહી છે. ગુજરાત સરકારની જળ સિંચાઈ યોજના નિષ્ફળ નીવડી છે. ઉનાળો આવે ત્યારે ગુજરાતમાં પાણીની ખૂબ જ તંગી રહેતી હોય છે અને માનવી અને પશુઓને જીવન જીવવા માટે હાલાકી વેઠવી પડે છે. ગુજરાતમાં પણ ખેડૂતો આત્મ હત્યા કરવા તરફ વળી રહ્યા છે તેવો જ એક કિસ્સો બનાસકાંઠાના ધાનેરા તાલુકાના ભાટીબ ગામની દર્દભરી ઘટના સામે આવી છે.
આખી ઘટના એવી છે કે ભાટીબ ગામના વૃદ્ધ ખેડૂતે સતત બોર નિષ્ફળ જતાં આત્મહત્યા કરી હોવાની પરિવારે કબૂલાત કરી છે. સતત ચાર વખત બોર બનાવવા છતાં પાણી ન મળતા દેવું થઇ ગયું ગયું હતું. તેના લીધે ખેડૂત આત્મ હત્યા કરવા માટે મજબૂર બન્યો હતો.
ધાનેરા તાલુકામાં વધતી જતી પાણીની અછતે ભાટીબ ગામના ખેડૂતને આત્મહત્યા કરવા માટે મજબુર કર્યા હોવાનો દાવો મૃતકના પરિવારજનોએ કર્યો છે. ધાનેરા તાલુકાના ભાટીબ ગામના વૃદ્ધ ખેડૂતનો મૃતદેહ રાજસ્થાનનાં ભીનમાલ તાલુકાના ભાદરડા ગામ નજીક ઝાડ પર લટકેલી હાલતમાં મળતા ભાટીબ ગામમાં આઘાતનો માહોલ સર્જાઈ ગયો હતો.
ધાનેરા તાલુકાની ભાટીબ ગામની આ ચકચારી ઘટનાને રાજકીય આગેવાનો તેમજ તંત્ર ગંભીરતા લઇ પાણીની યોગ્ય વ્યવસ્થા નહીં કરે તો અન્ય ગરીબ ખેડૂતોને પણ જિંદગી ટુંકાવવાની નોબત આવે તેવી શક્યતાને નકારી શકાતી ના હોઈ સંબંધિત સત્તાકેન્દ્રો આ મામલે પૂરતી ગંભીરતા દાખવે તે ઇચ્છનીય જ નહીં, ખૂબ આવશ્યક બની ગયું છે. આમ એક પ્રકારે બનાસકાંઠા- ધાનેરાની નબળી લીડરશીપ પુરવાર થઇ રહી છે.
ધાનેરા તાલુકાના ભાટીબ ગામના ખેડૂતોની આત્મ હત્યાને લઈને વિસ્તારના નેતાઓની સતત નિષ્ક્રિયતા પણ સામે આવી રહી છે. સરકાર સુધી પણ કોઈ પ્રકારની ઠોસ રજૂઆત કરવામાં આવતી ન હોવાથી ખેડૂતો હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
ભારતમાં ખેડૂતોની આત્મહત્યાના મામલે ગુજરાતને ચોથો ક્રમે.
ભારતમાં ખેડૂતોની આત્મહત્યાના મામલે ગુજરાતને ચોથો ક્રમ મળ્યો છે. ગુજરાતમાં 2014થી 2016 આ ત્રણ વર્ષમાં 1,177 ખેતમજૂરો અને 132 ખેડૂતોની આત્માહત્યા કરવાના બનાવો સામે આવ્યા છે. દર વર્ષે કંઈક ને કંઈક એવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે કે ખેડૂત સરખી વાવણી નથી કરી શકતો અને જો વાવણી થાય તો પાકના પૂરા પૈસા ન મળતા દેવાના ભારણ હેઠળ દબાય જાય છે અને અંતે કંટાળીને જીવન ટૂંકાવવાનો રસ્તો આપનાવે છે. આ બાબતને ગંભીરતાથી લેવાનું મુખ્ય કારણ છે કે ખેડૂતો કરતા પણ ખેતીની સિઝન પર આધાર રાખીને પોતાનું ગુજરાન ચલાવતા ખેત મજૂરોની આત્મહત્યા કરવાનનું પ્રમાણ ખૂબ જ વધારે પ્રમાણમાં છે.