રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો છે, ત્યારે આ વચ્ચે અમદાવાદના મીઠાખળીમાં જર્જરિત મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે, આ ઘટનામાં 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાં એક બાળકી સહિત ત્રણ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. તે તમામને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. તેમજ મકાનમાં દટાયેલા એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. તેમની ઓળખ વિનોદ તરીકે થઈ છે.