દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં ડિપ્રેશન બિપારજોય વાવાઝોડામાં ફેરવાઇ ગયું છે તેમ ભારતીય હવામાન વિભાગે એક નિવેદનમાં જણાવ્યું છે. બિપારજોય નામ બાંગ્લાદેશ દ્વારા આપવામાં આવ્યું છે.
ભારતીય હવામાન વિભાગે એક બુલેટિનમાં જણાવ્યું છે કે સાંજે ૫.૩૦ વાગ્યે આ વાવાઝોડું ગોવાથી લગભગ ૯૨૦ કિમી દક્ષિણ પશ્ચિમમાં, મુંબઇથી ૧૦૫૦ કિમી દક્ષિણ પશ્ચિમમાં, પોરબંદરથી ૧૧૩૦ કિમી દક્ષિણ પૂર્વમાં અને કરાચીથી ૧૪૩૦ કિમી દક્ષિણમાં હતું.
હવામાન વિભાગે કોંકણ-ગોવા-મહારાષ્ટ્રના દરિયાકાંઠે ૮ જૂનથી ૧૦ જૂન સુધીના સમયગાળા માટે ચેતવણી આપી છે.માછીમારોને દરિયામાં માછીમારી ન કરવાની સલાહ આપવામાં આવી છે.