આઈઆરસીટીસીની વેબસાઈટ હેક કરીને રેલવેના તત્કાલ કોટામાંથી ટિકિટ બુક કરીને મુસાફરોને ઊંચા ભાવે વેંચવાનું કૌભાંડ પકડાયું છે. રેલવે પોલીસ ફોર્સે આ કેસમાં ઉત્તર પ્રદેશના આરોપીની દિલ્હીમાંથી ધરપકડ કરી હતી. ૩૦ લાખ રૂપિયાની ટિકિટનું કૌભાંડ બે વર્ષમાં થયું હતું. પોલીસને આ કૌભાંડમાં વધુ લોકોની સંડોવણીની શંકા છે. એ કેસમાં પોલીસે પૂછપરછ શરૂ કરી છે.