રાજસ્થાન સેવા સમિતિ દ્વારા સરદાર પટેલ સ્મારક ભવન શાહિબાગ ખાતે શાળાના સંચાલકો આચાર્ય અધ્યાપકો તથા વિદ્યાર્થી દ્વારા સાસ્કૃતિક કર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું
વાર્ષિકોત્સવ તરીકેના મુખ્ય અતિથી શ્રી એલીસબ્રૂીજના ધારાસભ્ય તથા પૃર્વ મેયર ભાજપ શહેર પ્રમુખ શ્રી અમિત પોપટલાલ શાહ તથા બાપૂનગરના ધારાસભ્ય શ્રી દિનેશસિંહ કુશવાહ તેમજ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્ય શ્રી રતેશ પંકજ શાહ કોર્પોરેટર શ્રીમતી પ્રતભા જૈન જેવા મહાનુભાવોએ હાજર રહીને વિદ્યાર્થીઓના કૌશલ્યને બિરદાવીને સુંદર માર્ગદર્શન પૂરુ પાડ્યું હતું.
આ સાંસ્કૃતિક પ્રસંગે માનનીય શ્રી અમિતશાહ રાજસ્થાન સેવા સમિતિ દ્વારા સર્વશ્રેષ્ઠ શિક્ષણ ખૂબ જ ઓછા ખર્ચ આપીને સમાજના છેવાડાના વદ્યાર્થીઓને તેનો લાભ આપી રહ્યા છે. તે માટે તેમણે હ્યદયૃર્વક અભિનંદન આપ્યા સાથો સાથ ભૂકંપ સમયની સહાય કોરોના કાળમાં ઓછા ખર્ચે ચિકિત્સા સુવિધાઓ પૂરી પાડીને સમાજ સેવાના ઉત્તમ કાર્યને સીમાચિન્હ રૂપ ગણાવ્યુ હતું.